Thursday, December 17, 2009

મારો લાલો એવો છે...

 ‘લાલા’ની ‘ઇન્ટ્રો’ તો કરાવો..
એક ગઝલ

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે,
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે

એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન.
એની આંખોમાં મસ્તી, એના હાસ્યમાં છે તોફાન. 
રંગે શામળીયો, તો પણ રૂપાળો છે
એનું નામ જ કૃષ્‍ણ છે, એ કર્તા હર્તા છે 

માટી ખાતો તો, બળદાઉએ પકડ્યો તો.
પકડાઇ જાનારો, પકડાઇ ગયો ત્‍યારે
માતાને કહી દીધુ, માટી નથી ખાધી મેં
કાંડુ એનું પકડી, મુખ માતાએ દીઠું
ચાલાક ચતુર એવો, બ્રહ્માંડ બતાવ્‍યુંતું
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.

મામાને માર્યા તા, માસીને પણ મારી
નાગ કાળીને તાર્યો, દૈત્યોને સંહાર્યા તા,
ગોપી સુધાના સ્‍નેહે, ઉપનંદનું રુપ લીધું.
મારા લાલાને પૂજી, ગોપીએ હોળી પૂજી,
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.

જે કોઇ મને ભજશે, તેને હું શોધી લઇશ.
વચને બંધાયો, મારો લાલો બેલી છે
ક્યારે કેવા સ્‍વરૂપે મળશે, એની માયા છે,
પણ જરુર જરૂર મળશે, મારો લાલો એવો છે.
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.

જગન્નીયંતા છે, હરી ભક્તોનો દાસ.
આંધી પવનમાં , જ્વાળાઓમાં પણ
કણ કણમાં એનો વાસ, સૌના હૃદયમાં
ગોપી મંડળના ભજને, ‘મીનાના હૃદયમાં
મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.

મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે
મારો લાલો એવો છે, સૌનો વ્હાલો છે.

- પી. યુ. ઠક્કર


મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે.

લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના



લાલાની ભક્તિમાં ડૂબીને,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના.


ખુમારી એવી આવશે,
ખુમારી એવી આવશે,
દ્વેષ અને રાગ તો છૂટવાના,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના.


દરગુજર કરવા લાગશો અને,
પ્રેમ પણ ફેલાવશો,
માફ બધાને કરી દેશો,
દ્વેષ અને રાગ તો છૂટવાના.


આનંદ અને મસ્‍તીથી ઝૂમવાના,
ડંખ જૂના સૌ ભૂલીને,
મૃત્‍યુથી નહીં તમે ડરવાના,
દ્વેષ અને રાગ તો છુટવાના,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છુટવાના.


શાંતિરૂપી ગંગા પામીને,
ડૂબકીઓ એમાં લગાવજો,
મસ્‍તીમાં એની ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના.


રાગ અને દ્વેષો અકળાવે,
ને દુઃખના દરીયે ડૂબી જાવ,
લાલાના ભજનો ગાઇને,
દ્વેષ અને રાગ તો છૂટવાના,
લાલાની ભક્તિમાં ડૂબીને,
દ્વેષ અને રાગ તો છૂટવાના,
લાલાની ભક્તિમા ડૂબીને,
પાવન તમે તો થઇ જાશો.
- પી. યુ. ઠક્કર
ગઝલ