Saturday, August 7, 2010

કે‘ડ રે કસી મેં તો લાલા તારે કાજે..

(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના...)
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે,
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા (ર)

હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્યો,
એ રે ઝૂલામાં તને સ્નેમહથી ઝૂલાવું.
ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,
ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યામ...

ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે,
એના પ્રકાશે હું જગતને જોઉં,
રાગ ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,
દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા...

હૃદયસિંહાસન પર લાલાની સવારી,
હૈયે છે હેત ને મનમાં છે આનંદ.
મનમાં છે આનંદ ને હૈયે છે હેત,
મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,
ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા ...

ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,
લાગે છે કેવો એ રૂડો ને રૂપળો.
જશોદાનો જાયો કેવો સૌનો એ પ્યારો,
ગોપીઓનો પ્યારો એ તો ભક્તોનો વ્હા.લો.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા.,
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે...

— પી. યુ. ઠક્કર