ચિંતનાત્મક

Purity of Mind

Sant Soordas was a common man named Bilvamangal who lived a life of eating, drinking and making marry. A Nrityangana named Chintamani, having God alone in her mind and heart full of devotion, came into life of Bilvamangal.

Chintamani used to perform dances just for her livelihood. She sang and danced keeping only God in her mind. She expressed pure love by singing in the name of God. But Bilvamangal due to his own thinking misunderstood that Chintamani did all these in his love. Bilvamangal had become mad after Chintamani. Bilvamangal reached Chintamani's place using a dead man as if that was a boat and climbed Chintamani's house with the help of a dead snake as if that was a rope. Chintamani advised Bilvamangal to concentrate on God instead of herself. Chintamani guided Bilvamangal to start loving God instead of herself. "How to love God?" Bilvamangal asked Chintamani. She explained "just in the same manner you love me, you have to start loving God instead of me".

Since it was told by Chintamani, he was touched and his heart moved. A turning point comes in his life. He tries to see God everywhere instead of lust. But Bilvamangal finds much difficult to see God. Bilvamagal, who had trained his mind by thinking just for Chintamani so far, diverted to Chintamani on and off. Incidents happened that while searching God his mind ran after lust. But Bilvamangal was sincerer and he did not leave his efforts for cultivating love for God. He continued searching God with and ultimately, this world got BHAKTA SOORDAS.

  • મોહાંધ વ્યક્તિને તે પોતે સામે શું જોઇ રહ્યો છે; એનું ભાન રહેતું નથી. સાપને દોરડુ સમજી લેનાર બિલ્વ મંગલની વાત આપણે બધા જાણીએ છીએ.
બિલ્વમંગલની દૃષ્ટિમાં રહેલા કામરૂપી સ્વાછર્થને લઇને લોલુપતામાં પરિણમેલા પોતાના શરીરને અને મનને સખ્ત શિક્ષા કરવા માટે બિલ્વેમંગલે આંખો ફોડી નાંખી હતી.
  • બિલ્વમંગલે તેના મનને ઠીક કરીને આ જગતને કામરૂપી દૃષ્ટિથી ન જોવાનો નિર્ધાર કરેલો.
પણ વર્ષો સુધી ખોટી વિચારધારાઓથી ટેવાઇ ગયેલું તેનું મન તેના આવા પવિત્ર નિર્ધારને પાર પાડવામાં સાથ આપતું ન હતુ.
  • મનથી જાગી ગયેલા બિલ્વમંગલને અંતર્મુખી થઇ, આંખો બંધ કરને ઇશ્વરને જોવામાં તેના પોતાના ચર્મ ચક્ષુ અંતરાયરૂપ થતાં જણાયા હતા.
તેથી પાપની સામે લઢી લેવાના દૃઢ નિર્ધારને લઇને છેવટે બિલ્વમંગલ હઠાગ્રહી બની ગયા અને છેવટે મન કાબુમાં ના આવતાં પોતાને શિક્ષા કરવાનો નિર્ધાર કરી નાંખ્યો.
  • છેવટે, બિલ્વમંગલે ગરમ સળીયાથી પોતાના હાથે જ પોતાની આંખોને કાયમ માટે દૃષ્ટિહીન કરી નાંખી
દૃશ્ય જગતને સદા નીરખી નીરખીને મનને દુષતિ કરતી આંખોથી આ જગતને જોવાને બદલે કેવળ એક ઇશ્વરને જ મનમાં ધારણ કરવાની બિલ્વમંગલની અસાધારણ ભૂખે એમને આવું સખત કામ કરવા માટે પ્રેર્યા.
  • બિલ્વમંગલના મનમાં ઇશ્વર માટે કેવું અદ્વિતિય સ્થાયન હશે?
ભગવાન માટેની માત્ર અપ્રતિમ તાલાવેલી જ આવું કામ કરાવી શકે
  • અને તે તાલાવેલી કંઇ જેવી તેવી હોય નહીં. જગન્નિયંતા પરમેશ્વર સિવાયનું કંઇ પણ મન સહન ન કરી શકે, એવી બિલ્વમંગલના મનની સ્થિતી થઇ હશે. 
એક વખતના લોલુપ બિલ્વમંગલ ઇશ્વરને પામવા વિહ્વળ બની જાય છે. ઇશ્વર સિવાય તેઓ કંઇ સહન જ કરી શકતા નથી. ત્યારે આ જગતને બિલ્વમંગળમાંથી રૂપાંતરીત થયેલા ભક્ત સૂરદાસ પ્રાપ્તા થયા.
  • બિલ્વમંગળના મનમાંથી પાપ ગયું ત્યાતરે આ જગતને સૂરદાસરરૂપી પવિત્ર માનવી અને એક સાચા ભક્ત મળ્યા.
સૂરદાસના નામે એક સાચા ભક્તરાજ એ જ વ્યક્તિ હતી કે જે, પહેલાં એક લોલુપ બિલ્વમંગળ હતો.
  • અલબત્ત, જગતમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેણે જન્મીને કોઇ ને કોઇ ભૂલ ના કરી હોય.
પણ તે ભૂલોની લઘુતામાં - દીનતામાં ફસાયા વિના હિંમતથી તેવી નબળી માનસિકતામાંથી બહાર આવી જઇ ઉચ્ચ જીવન જીવવાનો બિલ્વમંગળે પ્રયાસ કર્યો તો, સફળતા મળી.
  • બિલ્વમંગળ લોલુપતામાં ગળાડૂબ હતા પણ જાગી જઇને સતર્કતાથી સાવધાનીથી લોલુપતામાં વપરાતી શક્મિને ઇશ્વર ખોજમાં પરાવર્તીત કરી. બસ સહજ સાવધાન સ્થિતી કેળવીને.
મનને વિવેક શીખવવાની રીતે છેઃ મનને નિષ્ઠાખપૂર્વક પૂછવું જોઇએ કે, હે મન, તું મને ખરેખર કહે કે તું શું ઇચ્છે છે? એમ પૂછીને સત્ય જાણીને પછી ઇચ્છાશક્તિને વિવેક શીખવી શકાય.
  • મનને ધીરે ધીરે વિચારપૂર્વક કેળવવામાં આવે તો, મનને ઓળખીને કાબુમાં લેવાનું શીખી શકાય.અને એ રીતે ઇશ્વર માટેનો સાચો પ્રેમ કેળવી શકાય. તેનું તાદૃશ્ય દર્શન એ જ સુરદાસનું જીવન.
અલબત્ત, મન અને હૃદયમાં ભક્તિના બીજ રોપીને તેતે ઉછેરવામાં ઘણી ધીરજ અને ખંત જોઇએ. ધીરજથી શ્રધ્ધા અને ભક્તિ કેળવાય જ.
  • વફાદારી અને નિષ્ઠા જોઇએ. પાપ જાગતા બધાએ બિલ્વમંગળની જેમ આંખ ફોડી નાંખવાની જરૂર નથી. પણ ધીમે ધીમે વફાદારીથી મનને કેળવવામાં આવે તો મન કેળવાઇ શકે તે બિલ્વમંગળનું જીવન દર્શાવે છે.
સાચો અને નેક ઇરાદો હોય અને ભજન સત્સંગનો સાથ હોય તો, મનને ઇશ્વરવિષયક બાબતોમાં વાળવા માં આવે તો, ઇશ્વરને પ્યારા બની શકાય.
  • સાથે સાથે, ભગવાન પણ એટલા જ દયાળુ છે.
સાચા હૃદયથી માત્ર ઇશ્વરને જ પ્રાધાન્ય અને અગ્રીમતા આપવામાં આવે તો, તે માટેની સંજોગોરૂ‍પી ઘટનાઓ કદાચ આકરી કસોટીઓ કરે પણ ખરી. જ્યારે મક્કમ ઇરાદારૂપી પવિત્રતા વ્યાપ્ત થઇ જાય તો, કુદરત પણ એવા નિષ્‍ઠા વાળાવ્યક્તિઓ તરફ ધીમે ધીમે અનુકૂળ સંજોગોનું જ સર્જન કરે - એવો કુદરતનો કાયદો છે. અને ગીતામાં પણ ભગવાને વચન આપ્‍યું છે કે, મને જે સ્વરૂપે ભજવામાં અને પૂજવામાં આવે તે સ્વરૂપે હું પ્રગટ થાઉ છુ. 
  • અને તેવી કસોટીમાં બિલ્વમંગળ જેવી સાચી નિષ્ઠા અને વફાદારી જણાય તો, ભગવાન પણ મક્કમ ઇરાદા અને સાચી નિષ્ઠા હોય ત્યાં અચૂકપણે તેમની કૃપા દર્શાવે. વફાદાર વ્યક્તિ બિલ્વમંગળની જેમ કસોટીઓમાં અચૂકપણે પાસ થાય.
શરત છેઃ ઇશ્વર ઉપરના બિનશરતી ઉંડા અને સાચા પ્રેમની.
  • પરમકૃપાળુ પરમેશ્વરની પરીક્ષામાં પાસ થતાં જ કૃપા નિધાન તેમની કૃપા અને સ્નેહના બધા જ દરવાજા આવા સાચા ભક્ત માટે અચૂકપણે ખુલ્લા મૂકી દે.
નરસિંહ મહેતા જેવા ભક્તો માટે ભગવાને અનેકવાર તેમના કુબેર ભંડારો પણ ખુલ્લા મૂકી દીધેલા હતા.
  • નરસિંહ મહેતાના મનમાં દુન્યવી આટાપાટાની કોઇ વાત જ ન હતી. તેમના મનમાં તો એક માત્ર ઇશ્વરના માધ્યામ થકી સર્વ માટે પ્રેમ પ્રેમ ને પ્રેમ જ હતો.
દયાળુ ભગવાન રીઝે તો, આપણને ભૌતિક સુખો પણ આપે.
  • અલબત્ત, સાચા ઇશ્વરના શોધકોને મન તેવા સુખોની કંઇ પરવા હોતી નથી. પણ આધ્યાત્મિક અને ભૌતિક એમ બધી ય રીતે ઇશ્વર પોતાના સાચા ભક્તો ઉપર કૃપા ઉતારતા જ હોય છે.
આવી જ રીતે, મનની ખોટી અને અવળી સ્થિતીને લીધે પતઇના રાજાને મહાકાળી માતામાં મા દેખાતી ન હતી.
  • જગત ખરેખર જેવું હોય છે તેવું વ્યક્તિને કેટલીક વખત ભાસતુ નથી. પણ વ્યક્તિ જેવી રીતે જગતને જુએ છે; એવું જગત તેને દેખાય છે.
પતઇના મોહાંધ રાજાને તેના મનની લોલુપતાને લીધે તેની સામે જ ઉભેલી અને જેમને તે નીરખી રહ્યો હતો તે સાક્ષાત મા કાલીકા જ હતી છતાં, પતઇના રાજાને તેમાં મા ના દર્શન થતા નથી.
  • પતઇના રાજાએ તેના મનમાં કામને સેવી સેવીને મનને એટલું દૂષતિ કરી નાંખ્યું છે કે, સામે રહેલ વ્હાલના દરીયારૂપી મા માં તેને મા દેખાતી નથી. કેવી માનસિક ઋગ્ણતા? કેવી બિમાર મનોદશા?
માટે જ મહાકાળી માતા છેવટે પતઇના રાજાના અંતરચક્ષુ ખોલી નાંખે છે.
  • શાસ્ત્રોના મતે સ્ત્રી એ એક શક્તિ છે, સ્ત્રી એ પરાશક્તિ છે.
ઇશ્વરે તેમના સર્જનની શક્તિને સ્ત્રી મારફત પ્રગટ કરી છે.
  • આપણી પૂર્વની સંસ્કૃતિ, એટલે કે, ભારતની સંસ્કૃતિએ સ્ત્રીને પૂજનીય અને આદરણીય ગણી છે.
જ્યારે તેથી વિરુધ્ધ, પશ્ચિમની સંસ્કૃતિએ સ્ત્રીને માનની નજરે જોવાના બદલે ઉપભોગનું સાધાન ગણ્યું છે.
  • આ અંગે કોઇ સંસ્કૃતિનો વિવાદ કરે તો પણ એનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે, ભારતીય સંસ્કૃતિએ દેવી અને માતાના સ્વરૂપે સ્ત્રીની પૂજા કરી છે. જ્યારે પશ્ચિમે એવું નથી કર્યુ.
પશ્ચિમની એટલે કે, યુરોપ અને અમેરીકા ખંડની પ્રજા. યુરોપ અને અમેરીકાની ગોરી ચામડીવાળી પ્રજા. તે પ્રજા માત્ર બુધ્ધિથી વિચારે. જ્ઞાનરૂપી તલવાર વડે પશ્ચિમનું જગત બધા ભૌતિક પાસાને સ્પષ્ટી કરે છે. માટે જ માનવીય લાગણીઓથી તે પ્રજા ક્યારેક પર જણાય છે. તે પશ્ચિમની આગવી શૈલી અને એક લાક્ષણિકતા છે.
  • પશ્ચિમની આખી સંસ્કૃતિ જ ભૌતિક સંસ્કૃતિ છે. એ તેમની લાક્ષણિકતા છે. ભૌતિક વિજ્ઞાનના ઘણાં રહસ્યો આ પ્રજાએ જ આજના આધુનિક યુગને ચરણે જીવનસુખાકારી માટે અર્પણ કર્યા છે.
આપણે ધ્યાન રાખવું જોઇએ કે, જગતની કોઇ પ્રજાને આપણે ઉતરતી ન ગણવી. તેમની લાક્ષણિકતાને આપણે નકારાત્મક રીતે ન જોવી જોઇએ.
  • અલબત્ત, અમુક બાબતમાં આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં કેવું હોય છે; અને એ જ બાબતમાં બીજી સંસ્કૃતિમાં કે બીજા દેશોમાં કેવું હોય છે; તેની વિચારણા થઇ શકે.
અને જે જે તફાવત દેખાય તે અલગ અલગ સંસ્કૃતિની લાક્ષણિકતા માત્ર છે. બંને સંસ્કૃતિઓની બધી બાબતોમાંથી માત્ર કોઇ એકાદ કે, મર્યાદીત બાબતના જ અવલોકનો લઇને બંને સંસ્કૃતિ વચ્ચે સરખામણી કરીને એકને ચઢીયાતી અને બીજાને ઉતરતી ગણવી જોઇએ નહી. મર્યાદિત બાબતોના અવલોકનો સમગ્ર અને તટસ્થ ચિત્ર રજુ કરી શકે નહીં.
  • પરંતુ જે તે સંસ્કૃતિમાંના દોષ પ્રત્યે તે પ્રજા કેવા અને કયા કયા ફેરફાર કરી શકે, તેની વિચારણા કરવા માટે માર્ગદર્શનાત્મક સિધ્ધાંત તરીકે બીજી સંસ્કૃતિને વિચારવી જોઇએ.
સુધારણા માટેની આ એક જ પ્રક્રિયા હોઇ શકે. દરેક ચીજ-વસ્તુર પોત-પોતાના સ્થાને બરાબર જ ગણવી રહી. કારણ કે, ઇશ્વરે તેવી ઘટના ઘટવા દીધી છે. માટે તે જ સત્ય છે. હવે તેમાં આગળ વધીને માનવીએ પોતાની ઇચ્છાશક્તિ અને વિવેકશક્તિને કામે લગાડીને સુધારો કરવો જોઇએ. જે પ્રજા નિષ્ઠાપૂર્વક સુધારો કરી લે, તે આગળ વધી જાય છે.
  • ભારતની સંસ્કૃતિ પાઠ અને સંસ્કારનું સીંચન કરે છે કે, પુરુષ જ્યારે સ્ત્રીને જુએ ત્યારે તેનામાં માતા અને ભગિનીનુ દર્શન અને ભાવ થવા જોઇએ. એ જ રીતે સ્ત્રી પુરુષને જુએ ત્યારે તેમાં તેને ભ્રાતા અને પિતાનું દર્શન થવું જોઇએ.
મન આ રીતે કેળવાય તો, લોલુપતાને અવકાશ રહે નહીં.
  • મનની દૃષ્ટિથી આ જગતને મલીનતા અને મોહરૂપી સ્વાર્થ વગર જગતને જોવામાં આવતાં જગત એકસરખુ લાગે. ભેદભાવ વિનાનું લાગે. મન હલકુ થઇ જાય. હૃદયતલમાંથી ઉભરીને બહાર આવતો અને કદી પણ ન ખૂટવાવાળો આનંદ પણ કદાચ સ્ફૂરવા માંડે.

- પી. યુ. ઠક્કર