Monday, June 29, 2015

એક ભજનઃ ઉંચા મહેલો-ઉંચી અટારી..સુદામાની નજરે મિત્ર કૃષ્ણની દ્વારીકા નગરી..


ભજનના શબ્દો આ મુજબ છેઃ

ઉંચા મહેલો, ઉંચી અટારી
ઉંચા મહેલો, ઉંચી અટારી, મણીમંદિરની શોભા સારી,
જુએ સુદામો ધારી ધારી..દ્વારિકા..દ્વારિકા (ર)

સોનાના શીખર ને સોનાની જાળી, સુખડ ઝરૂખાને સુખડની બારી
મોતીડાની સેરો સારી, દિસે છે ઝાકમઝોળ...ઉંચા મહેલો ઉંચી અટારી...

સોનાના મહેલે શામળિયો બિરાજે, દરવાજે એના તો ચોઘડિયા વાગે,
હાથી ઝૂલે દ્વારે દ્વારે... શોભા છે અપરંપાર.. ઉંચા મહેલો ઉંચી અટારી...
સુદામો આવ્યો શ્રી કૃષ્ણના દ્વારે, ઉભો ઉભો એ તો, મનમાં વિચારે
બંસીધર થઇ બેઠો રાજા, હું તો, રહ્યો કંગાળ.. ઉંચા મહેલો ઉંચી અટારી...

ભજનની પૂર્વભૂમિકાઃ-
સુદામા અને શ્રી કૃષ્ણએ બચપણમાં
, સાંદીપની ગુરુના આશ્રમમાં સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો. 

જો કે, શ્રી કૃષ્ણનો વિદ્યાભ્યાસનો સમયગાળો માત્ર ૬૪ દિવસનો હતો. આ ૬૪ દિવસમાં ગુરુ શ્રી સાંદીપની ગુરુના આશ્રમમાં શ્રી કૃષ્ણએ ૬૪ કળાઓ શીખી લીધી હતી. 

વિદ્યાભ્યાસ દરમિયાન, એક વખત, ગુરુજીએ સુદામા અને કૃષ્ણને સમિધ+  લેવા માટે મોકલ્યા હતા. સમિધ લેવા જઇ રહેલા આ બે શિષ્યોને ખાવા માટેના ચણા ગુરુમાતાએ સુદામાને સોંપ્યા હતા. સમિધની શોધમાં ગયેલા આ બે શિષ્યો પૈકી શ્રી કૃષ્ણ સમિધની શોધમાં થોડા આગળ નીકળી ગયા અને સુદામા પાછળ રહી ગયા. 
+ (યજ્ઞ પ્રજ્વલિત કરવા માટેના લાકડા)

બંને શિષ્યોના ચણા સુદામા પાસે હતા. સુદામાનું મન ચણામાં લલચાયું. અને શ્રી કૃષ્ણને ખબર ના પડે એમ સુદામાએ લપાઇ-છુપાઇને ચણા ખાવાના શરૂ કર્યા. એટલામાં વરસાદ આવ્યો અને ઠંડા પવન સાથે વરસાદનું ઠંડુ પાણી પડવા માંડ્યું. સુદામા બચપણથી કૃશકાય હતા. સુદામાને ઠંડી લાગવા માંડી. અત્યંત ચતુર એવા શ્રી કૃષ્ણને ખબર પડી ગઇ હતી કે, સુદામાએ ચોરી-છૂપીથી શ્રી કૃષ્ણના ભાગના પણ ચણા ખાવાના શરૂ કરી દીધા હતા. 

મશ્કરા અને મુત્સદી બાળ કૃષ્ણએ પોતાના સખા એવા સુદામાને પુછ્યુ; ‘‘ હેં સુદામા, તારા દાંત અને દાઢી કકળવાનો અવાજ બહુ આવે છે !! તને બહુ ઠંડી ચઢી ગઇ લાગે છે, હેં ને !!’’  સુદામાએ મોંમા ભરેલા ચણા તે જ ક્ષણે ચાવવાના બંધ કરી દીધા અને મિત્ર શ્રી કૃષ્ણને માત્ર હુંકારાથી જ હકારમાં જવાબ આપ્યો.

આમ, ગુરુકુળમાં બીજા શિષ્યના ભાગના ચણા સુદામા ખાઇ ગયા. તેમનું મન ખાવાના પદાર્થમાં જતું રહ્યું. અને બીજાના હક્કનું અને ભાગનું ચોરીથી ખાવાનો અપરાધ બાળકરૂપી સુદામાથી થઇ ગયો. ચોરીથી બીજાનું ખાઇ જવાની લાલચને સુદામા વશ થઇ ગયા. ખાવાની લાલચની સુદામાનું મન વિચલિત થયું અને અપરાધ કરી બેઠા. પણ કર્મ એ તો, કર્મ છે. સુદામાના આ અપરાધથી તેમના ભાગ્યમાં ‘‘ક્ષય શ્રી’’ લખાઇ ગયું. 

ક્ષય થવો એટલેઃ-  

(
૧) ક્ષીણ થવું એ, (૨) ઘસારો, ઘટાડો થવો (૩) નાશ થવો (૪) ચાંદ્રમાસનો ક્ષયા તિથિનો દિવસ. (૫) ફેફસાં કે શરીરનાં બીજાં અંગ સુકાઈને સડી જવાનો રોગ, યક્ષ્મા, ખેનરોગ, ઘાસણી, 'ટ્યુબરક્યુલોસિસ' (ટી.બી.), (૬) અવગતિ; દુર્દશા (૭) અંત કે સમાપ્તિ  થવી(૮) છેડો.ઘસાઈ જવો (૯)  ક્ષીણ થવું અથવા ઘટાડો થવો (૧૦) ચંદ્રની કળા ઓછી થતી જવી ચંદ્રનો અસ્ત થવો તેવો પણ અર્થ થાય.

આમ, સુદામાના જીવનમાં દારુણ ગરીબી લખાઇ ગઇ અને સુદામા તેમના પત્ની અને બાળકો સહિત સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે અત્યંત ગરીબીમાં જ જીવ્યા. 

અસાધારણ ગરીબીથી કંટાળી જવાથી પત્ની સુશીલાએ પતિ સુદામાને કહ્યું કે, તમે કહો છો કે, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને આપ બંને બાળપણના સખા છો તો, શ્રી કૃષ્ણ પાસે જાઓ ને, અને તેમની સમક્ષ ધા નાંખીને આપણી ગરીબી દૂર કરો ને, પતિદેવ.

સુદામા બિલકુલ અ-યાચક હતા. શ્રી કૃષ્ણ પાસે કશું માંગવાની તેમની તૈયારી ન હતી. પરંતુ પત્ની અને બાળકોની દુર્દશા જોઇને છેવટે પત્નીના વારંવારના આગ્રહથી પોરબંદર ખાતેથી સુદામા શ્રી કૃષ્ણને દ્વારકા ખાતે મળવા જવા માટે તૈયાર થયા. પણ સુદામાએ મનોમન નક્કી કરી લીધું કે
, દ્વારકાધીશને મળવા જઇશ પણ તેમની સમક્ષ કોઇ માંગણી કરીશ નહીં.

સુદામા પોરબંદરથી દ્વારકા આવે છે જ્યાં શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારિકા હતી. ગરીબ સુદામા દ્વારિકા પહોંચીને દ્વારિકાની જાહોજલાલી અને સુખાકારી જોઇને અચરજ પામી જાય છે.. તે વખતે સુદામાને કેવી લાગણી થઇ આવી હશે; તેની કલ્પના કરીને રચાયેલી એક રચના..
ભજન-અાખ્યાનના લાઇવ કાર્યક્રમમાંના આ ભજનની રમઝટ માણોઃ- અહીં ક્લીક કરો.ઉંચા મહેલો ઉંચી અટારી..મણી મંદિરની શોભા સારી
  
  

Sunday, May 3, 2015

ગુરુદેવ તમારા મંદિરિયે દર્શન કરવા હું આવ્યો છુ..


ગુરુદેવ તમારા મંદિરિયે દર્શન કરવા હું આવ્યો છુ,
તવ ચરણ કમળની પાવન રજ મસ્તક ધરવા આવ્યો છુ.

મોહ-માયામાં હું ફસાયો તો, અંધારામાં અટવાયો તો,
મારી નૈયા ડગ-મગ ડોલે છુ, પાર ઉતરવા અાવ્યો છુ

મારા ગુરુજી - શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીઃ જીવન અને મૃત્યુમહીં...

મહાસમાધિ પછી શ્રી શ્રી પરમહંસ યોગાનંદના શરીરે બતાવેલું ચમત્કારિક અવિકારીપણું

        શ્રી શ્રી પરમહંસ યોગાનંદે યુ. એસ. એ. ના કૅલિફોર્નિયા પરગણાના લૉસ એન્જેલસ શહેરમાં, હિંદના તે વખતના એલચી શ્રી બિનોય સેનના માનમાં આપવામાં આવેલા ભોજનસમારંભ વખતે ભાષણ કર્યા પછી તા. ૭મી માર્ચ, ૧૯૫૨ના રોજ મહાસમાધિ લીધી હતી.       જગતના આ મહાન ગુરુએ યોગની ઉપયોગિતા ફક્ત જીવનમાં જ નહિ પરંતુ મૃત્યુમાં પણ પ્રદર્શિત કરી હતી. મહાસમાધિ બાદ સપ્‍તાહો વીત્યા બાદ છતાં એમનું તેવું ને તેવું જ વદન અવિકારીપણાના દિવ્ય તેજથી ઝળહળતું હતું.        શ્રી હૅરી ટી. રોવ, જે કૅલિફોર્નિયાના ગ્લેન્ડેલ પરગણાના ફૉરેસ્ટ લૉન મેમોરિયલ પાર્કના મરણગૃહના ડિરેક્ટર હતા, તેમણે સેલ્ફ રીઅલાઇઝેશન ફેલોશિપ (આત્મસાક્ષાત્કાર સંઘ) ને નોટરીએ પ્રમાણિત કરેલો એક પત્ર મોકલ્યો હતો. તેમાંથી નીચે પ્રમાણેનો ઉતારો કરવામાં આવ્યો છે:

     ‘‘પરમહંસ યોગાનંદના મૃત શરીરમાં વિકારનાં કોઇ પણ દેખીતાં લક્ષણો જણાયાં નથી એ અમારા અનુભવમાંનો એક અલૌકિક બનાવ છે. મૃત્યુ પછીના વીસ દિવસ પછી પણ એમના શરીરમાં કોઇ વિક્રિયા જણાઇ નથી. એમની ત્વચા પર કરચલીનાં કોઇ પણ ચિહ્નો દેખાયાં નહિ તેમ જ શારીરિક કોષો પણ સુકાયા નહિ. શરીરની આવી સંપૂર્ણ અવિકારી અને સુરક્ષિત સ્થિતિએ અમારા જાણવા પ્રમાણે મૃત્યુની તવારીખમાં એક અભૂતપૂર્વ બનાવ છે. યોગાનંદના મૃત શરીરનો સ્વીકાર કરતી વખતે કર્મચારીઓએ એવી અપેક્ષા રાખેલી કે કાચના કવરમાંથી શરીરની વધતી જતી વિક્રિયાઓનાં સઘળાં ચિહ્નો જોઇ શકાશે. પરતું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમતેમ તપાસ હેઠળ રાખેલું આ શરીર વિકારનાં કશાં પણ ચિહ્નો બતાવતું નથી, તે જોઇને અમારું આશ્ચર્ય વધતું ગયું. દેખીતી રીતે યોગાનંદનું શરીર બિલકુલ અવિકારી હતું. કોઇ પણ વખતે એમના શરીરમાંથી વિક્રિયાની જરા પણ દુર્ગંધ આવી નથી.
તા. ૨૭મી માર્ચે જ્યારે યોગાનંદના શરીરને પેટીમાં ગોઠવીને ઉપર કાંસાનું ઢાંકણ ગોઠવ્યું તે વખતે એમનો જે શારીરિક દેખાવ હતો તે તા.૭ મી માર્ચના જેવો જ જણાયો હતો. મૃત્યુની રાત્રિએ જેવા એ તાજા હતા અને શરીરની સ્થિતિ વિકારરહિત હતી તેવા જ એ તા.૨૭મી માર્ચે પણ જણાયા હતા. તા.૨૭મી માર્ચે આ શરીરમાં કશો પણ વિકાર પેઠો છે એવું કહેવાનું અમારી પાસે કશું કારણ નહોતું. આ કારણોને લીધે અમે ફરીથી જાહેર કરીએ છીએ કે પરમહંસ યોગાનંદનો કેસ એક અભૂતપૂર્વ અનુભવ હતો.’’


a a a a  a
ભજન સાંભળવા ક્લીક કરો...

ગુરુદેવ તમારા મંદિરીયે...એક ભજન