મૃત્યુ પછીનું જીવન..


ભાગવદ્ ગીતાના કેટલાક શ્લોકઃ
ચોથો અધ્યાય

v  હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણાં બધા જન્મો થઇ ચુક્યા છે, એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છુ. (૫)
બીજો અધ્યાય

v  જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જુનાં શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. (૨૨)

v  હું કોઇ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે, આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઇએ. (૧૨)

v  આ આત્મા કોઇ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઇને ફરીથી સત્તાવન થતો હોય એમ પણ નથી; કારણ કે, તે અજન્મા, નિત્ય, શાશ્વત, અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. (૨૦)

v  આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકવી શકતો નથી. (૨૩)

v  કેમ કે, આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેધ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. (૨૪)

v  જેમ જીવત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃધ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરૂષ મોહિત થતો નથી. (૧૩)

v  કેમ કે, આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. (ર૭)

v  જીવલોકમાં-મનુષ્ય લોકમાં, પ્રભુનો અજર, અમર, સનાતન અંશ તે જીવ.

Ø  આત્મીય સ્વજન/માતૃ/પિતૃ/ની વિદાયથી સઅસહ્ય અને પારાવાર દુઃખ થતું હોય છે. લાડ લડાવનાર અને માથે હાથ ફેરવનાર સ્વજન/માતૃ/પિતૃ/સ્વજનને ગુમાવવાની ખોટ કોઇપણ રીતે પૂરી કરી શકાય એવી નથી હોતી.

Ø  આ એક ઇશ્વરીય યોજના છે જેને તાબે થયા વિના આપણો છૂટકો જ નથી. આપણને દુઃખી થવાનો અધિકાર ઇશ્વરે આપ્યો છે. દુઃખ અનુભવવાની શક્તિ અને લાગણી પણ આપણને એ જ ઇશ્વરે આપી છે કે જેમણે જન્મ અને મૃત્યુનું પણ સર્જન કર્યુ છે.

Ø  દુઃખી થઇને પણ ચાલો, આપણે એ જ ઇશ્વરને પ્રાર્થીએ કે હે પરમેશ્વર પરમ પ્રભુ, જન્મ અને મૃત્યુની આ રહસ્યમય યોજના સમજવા માટે અમે ઘણાં નાદાન જ છીએ. હે પ્રભુ, લાગણીનો ઉદભવ, લગાવ, પ્રેમ એ બધું આપે જ બનાવ્યું છે. આ જુદાઇનો પડદો પણ આપે જ બનાવ્યો છે. જન્મ થી મૃત્યુ વચ્ચેને જ અમે જીવન માનીએ છીએ. પણ હે પ્રભુ, અમારા સ્વજનને જે પ્યાર કરતા હતા તે જ પ્રેમ હવે આ વિશ્વમાં બધાને કરતાં શીખવજે. અને હે પ્રભુ આ બધું આપનાર અને લઇ લેનાર પણ પ્રભુ આપ જ છો.

Ø  હે પ્રભુ, આપને પ્રેમ કરતા અમને શીખવજે. હે પરમેશ્વર, આપ દયાળુ પણ છો. અમારા ઘવાયેલા દિલની અને અંતરની લાગણી આપ હરહંમેશ સાંભળો જ છો, અમને એવો વિશ્વાસ છે. હે પ્રભુ, જે આત્માને અમારા સ્વજનના શરીરમાંથી આપે લઇ લીધો છે, તે આત્માની આગળની ગતિ સુખમય, આનંદમય અને પ્રગતિકારક બનાવો.

Ø  હે પ્રભુ, અમને એવી શક્તિ આપો કે, આ રહસ્યમય અને આપે બનાવેલી આ અનિવાર્ય યોજનાને પૂરા આદર સાથે હિંમતથી માતા(પિતા) પ્રત્યેના સમગ્ર સ્નેહથી વધાવવા અમે શક્તિમાન બનીએ. જેમને હવે કદી જોઇ શકાવાના નથી તે માતૃ(પિતૃ)શ્રીના નશ્વર દેહને અગ્નિસંસ્કાર કર્યા તે એક નક્કર વાત છે.

Ø  પરંતુ હે પ્રભુ, એ દેહમાંથી આત્માને આપે અલગ કરીને આગળની ગતિ આપી તેથી એ દેહની કોઇ કિંમત ના રહેતા અમારે તમારી આ રહસ્યમય યોજનાને તાબે થઇ ગયા વિના અમારો છૂટકો જ ન હતો - નથી.

Ø  હે પ્રભુ, અમે જાણીએ છીએ કે શાસ્ત્રો કહે છે કે, આત્મા અવિનાશી છે. નિરંતર અને સતત છે. અમે જેમના ના-હોવાના શોકમાં અમે ડૂબી ગયા છીએ તેમનો આત્મા તો આ પળે પણ ક્યાંક વિદ્યમાન જ છે તે પણ અમે માનીએ છીએ.

Ø  પણ હે પ્રભુ, અમને દુઃખ એ બાબતનું છે કે, હવે અમે અમારા એ સ્વજનને કદી પણ જોઇ શકવાના નથી, તેમની સાથે વાત કરી શકવાના નથી, તેઓ અમારી સામે સ્નેહભરી દૃષ્ટિથી અમને વ્હાલ કરી શકવાના નથી. તેઓ હવે દેહસ્વરૂપે અમારી વચ્ચે નથી. બસ છે તો કેવળ તેમના સંભારણા..

Ø  હે પ્રભુ, માતૃ(પિતૃ)શ્રીનો અવિનાશી આત્મા તો આ પળે પણ અસ્તિત્વ ધરાવે છે. તે આત્મા અવિનાશી છે. તે આત્મા હરહંમેશ વિદ્યમાન છે. અલબત્ત તે આત્મા ક્યાં કેવા સ્વરૂપે છે; તે પ્રભુ આપે રહસ્યમય અને ગૂઢ બનાવી રાખ્યુ છે. હે પ્રભુ, તે માતૃ(પિતૃ)શ્રીના આત્માને સાચી શાંતિ આપજો. તે આત્માને મીઠી નિંદર લેવા માટે હે પ્રભુ, પિતા અને માતાતુલ્ય આપને અમે પ્રાર્થીએ છીએ કે, આપના કોમળ અને પ્રેમાળ કર કમળથી તે આત્માને સ્વીકારજો. 

પશ્ચિમની ક્રિશ્ચિયન ધર્મ પાળતી પ્રજા પુનર્જન્મને ના માનવાની વૃત્તિ ધરાવે છે.. જે એક અંધ-અ-શ્રધ્ધા છે. હિંદુ ધર્મના ગરુડ પુરાણ, શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ ભગવદ્ ગીતા, વગેરેમાં મૃત્યુ પછીનું જીવન અને મૃત્યુ પછીની જીવની ગતિ વિષે ખૂબ જ બારીક અને સચોટ બાબતો કહેવામાં આવી છે.  વૈજ્ઞાનિક અભિગમને આધારે મૃત્યુ પછીના જીવનને લગતા ઘણાં પુસ્તકો ઉપલબ્ધ છે. તે પૈકી e books તરીકે ઉપલબ્ધ કેટલાક પુસ્તકો ઇન્ટરનેટ પરથી એકત્રીત કરીને આપને માટે અહીં મુકવામાં આવ્યા છે.


            આ પુસ્તકોનો સાર એક જ છે કે, મૃત્યુ પછી પણ જીવને જીવન હોય છે. આત્માની સ્થિતી બદલાય છે. શરીરના મૃત્યુ પછી આત્મા ઘણી અવસ્થાઓમાંથી પસાર થાય છે. ફરીથી શરીર ધારણ પણ કરે છે. બે જીવનો વચ્ચેનો ગાળો ઘણી વાર ઘણો ઘણો લાંબો, એટલે બસો- ત્રણસો વર્ષ પણ હોઇ શકે છે. જીવ ઘણાં લોકમાંથી પસાર થાય છે. આવી બાબતોના સચોટ ખુલાસાઓ પશ્ચિમના વિજ્ઞાને સ્વીકાર્યા હોય તેવી ઘણી ઘણી વાતો આ પુસ્તકોમાંથી વાંચવા મળશે. જીગર-અમી, સત્યવાન સાવિત્રી, યુધિષ્ઠિર-વિદુરજી સ્વર્ગલોકમાં ગયા હતા અને એક કૂતરો તેમની સાથે હતો, તેમજ ભાગવત કથામાં આવતા ઘણાં પ્રસંગો જેવા કે, અજામીલ, રેવંતીદેવ, વગેરે કથાઓની સત્યતા માનવાનુ મન થાય તેવી સચોટ વાતો આ પુસ્તકોમાં ચર્ચાયેલી છે. આ ઉપરાંત સ્વામિ શ્રી મુક્તાનંદ, ગણેશપુરીવાળા તરીકે ઓળખાતા સ્વામિ શ્રી નિત્યાનંદના શિષ્યની જીવનકથની, સત ‘ચિત્ત શક્તિ વિલાસ’ (Play of Consciousness)માં પણ મૃત્યુ પછી જીવે કેવા કેવા લોકમાંથી પસાર થવાનું થાય છે, તેની વિસ્તૃત વિગતો વર્ણવવામાં આવી છે. .


મૃત્યુ પછીના જીવનને લગતા ચાર ઇ પુસ્તકો...


(૨) મૃત્યુની મોજ (સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ)
(૪) ઘણાં જન્મો ઘણાં આત્માઓ (સંમોહન દરમિયાન આગળના જન્મોની આશરે ૫૦૦ વર્ષ પહેલાંના જન્મોની યાદો જાગૃત થાય છે - ની વિગતો...)
(૫) A Study in Karma - By Annie Besant 
(કર્મનો સિધ્ધાંત કેવી રીતે કામ કરે છે; તેની સચોટ સમજૂતી એની બેસન્ટે આ પુસ્તકમાં આપી છે) 

ઇ પુસ્તક સિવાયના પુસ્તકોની યાદી...


(૧) મૃત્યુ પછીનું જીવન અને એની સચ્ચાઇ - શ્રી રામ શર્મા આચાર્ય-યુગ નિર્માણ યોજના
(ર) મૃત્યુનું રહસ્ય - હરજીન કાલિદાસ મહેતા - થીયોસોફીકલ સોસાયટી
(૩) મૃત્યુ પછીની દુનિયા - આત્મારામ બી. પટેલ, સંતરામ મંદિર, નડીયાદનું પ્રકાશન
 
માતૃ(પિતૃ)શ્રી પાછળ શ્રધ્ધાંજલી નિમિત્તે (બેસણાં સહીત) ભજન ભક્તિ કરવાનો માર્ગ આપણી સમક્ષ ખુલ્લો છે-શાસ્ત્રોક્ત છે. ભજન-ભક્તિ અંગે યાદ કરશો તો આપની સેવામાં હાજર થઇશું. સાથે બેસીને ભજન-ભક્તિ કરીશું..
 

 
જયશ્રીકૃષ્‍ણ...

મૃત્યુ વિષેની રચના


જીંદગીએ કરી નરી બેવફાઇ,
હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !
નફરત ને ધિક્કારને
પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !

ગૂંગળામણ અકળાવે, મૂંઝાવે, 

વિચારલય તોડે,

શ્વસુ છુ તો ય, શ્વાસ ખૂટે,

સંકલ્પો વિકલ્પો આપો સ્ફૂરે,

હજારો વિચારો  દોડે, ગભરાવે...

...પૂરી રચના માટે Plz.visit:વિચારોની યાત્રા - સ્વરૂપ શબ્દોનું 

1 comment:

  1. ચેતન તત્વ, આત્મા કે Consciousness વિષે તમે યૂ-ટ્યુબ પર William Buhlman ના વક્તવ્ય સાંભળશો તો રસપ્રદ જણાશે.

    તમે પુસ્તકોની યાદીમાં 'ઘણા જન્મો ઘણા આત્માઓ ' નો રેફરન્સ આપેલ છે તેથી ધર્મના દાયરામાંથી બહાર ડોકિયું કરવાની આપની તૈયારી જોઈ આ ભલામણ કરી છે.

    ReplyDelete