Tuesday, November 12, 2013

બંધનમાંથી મુક્તિ તરફ...


એક ફિલ્મી ગીતઃ હમસે તુમ હો, તુમસે હમ હૈ, તુમમેં હમ હૈં- હમમેં તુમ હો, યહાં હર કિસીકો નહીં મિલતા પ્યાર જિંદગીમેં, ખુશનસીબ હૈ વો જિન્હે પ્યાર મિલા....(આવું કંઈક) 

પ્રેમ અને કરૂણા સારા જ છે.
પણ વધુ પડતી આસક્તિથી જેનું ચિંતન કરવામાં આવે તેવો રંગ, રૂપ અને આકાર ધારણ થવા માંડે છે. 


અમેરીકામાં કેટલીક સ્ત્રીઓ પૌરૂષત્વથી સભર અને મજબૂત સ્નાયુઓવાળી જોવા મળે છે. જ્યારે કેટલાક પુરૂષો નાજુક અને સ્ત્રીઓ જેવા દેખાય છે. આ ભોગભૂમિ ઉપર સ્ત્રીઓ પુરૂષનું અને પુરૂષો સ્ત્રીઓનું આસક્તિસ્વરૂપે વધુ પડતું ચિંતન અને સેવન કરે છે માટે આવું થાય છે. 

ભાગવત કથાનો એક પ્રસંગઃ

રાજા ભરતની કથા-


સ્કંધ:5(“ શ્રીમદ્ ભાગવત સંક્ષેપ ” //સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)


ઋષભદેવનો મોટો દીકરો ભરત પિતાના કહેવા પ્રમાણે રાજવહીવટ ચલાવે. યુવાનવયમાં સંયમ રાખી ઇશ્વર આરાધના કરે. ઇશ્વર સ્મરણ કરે, યાત્રા કરે. અઠ્ઠાવન વર્ષ સુધી રાજપાટ, સંસાર ભોગવ્યા પછી, પોતાના દીકરાને રાજગાદી સોંપી, ગંડકી નદીના કિનારે આશ્રમની રચના કરી, તપ કરવા લાગ્યા. ફક્ત કંદમૂળ ખાઇને રહેતા.
વહેલી સવારે સાડા ત્રણ વાગે ઊઠી અર્ધું શરીર ગંડકીમાં ડુબાડી ગાયત્રી જપ કરતા. બપોરે એક જ ચીજ ખાય, સાંજે ફળફૂલ લાવે.ઇશ્વરનું આરાધન કરે. તપશ્ચર્યા બાર વર્ષે ફળે છે. ભરતને સિત્તેરમું વર્ષ ચાલતું હતું . ગાયત્રી મંત્રમાં તન્મય હતા. 
તે વખતે એક હરણી ગંડકીમાં પાણી પીવા જતી હતી. તેની પાછળ સિંહ પડ્યો. હરણીએ ભયભીત થઇ દોડતાં દોડતાં કિનારા પાસે આવીને કૂદકો માર્યો અને તેના પેટમાંનું તેનું બચ્ચું ગંડકીમાં પડ્યું. તણાતું તણાતું હરણીનું બચ્ચું જ્યાં ભરત તપ કરતા હતા ત્યાં જઇ તેના હાથમાં પડ્યું. આ જીવ ક્યાંથી? જીવે છે? બચ્ચાં પર ભરતે પોતાનું કપડું ઢાંકી દીધું. ભરત વિચારવા લાગ્યા, “શરણે આવેલા જીવને બચાવવો જોઇએ. જીવ અહીં ક્યાંથી આવ્યો? જીવનું રક્ષણ કરવું એ સેવાધર્મ છે. ભક્તિ છે. “ જોયું તો હરણી ગંડકીના કિનારે છેલ્લા શ્વાસ લઇ રહી હતી. ભરત ત્યાં ઊભા રહ્યા અને કહ્યું,”તારું બાળક મારું છે. હું તેનું પોષણ કરીશ.” હરણી મરી ગઇ.

વધુ પડતી આસક્તિ ન રાખવી.



ભરત હરણના બચ્ચાને આશ્રમમાં લાવ્યા. તેને ઉછેરવા લાગ્યા. ભરતને સિત્તેર વર્ષ સુધી ભોગવેલી સુખસાહ્યબી પરિવાર છોડતાં દુ:ખ નહોતુ થયું. સિત્તેર વર્ષે ફરી ભરતને હરણ સાથે માયા બંધાણી.

ભરત પ્રેમથી હરણને મોટું કરવા લાગ્યા. એમ કરતાં કરતાં એક મહિનો વીતી ગયો. રોજ હરણ ભરત પાસે આવે પણ આજે ન આવ્યું. ફરતાં ફરતાં હરણનું એક ટોળું આજે આશ્રમ પાસે આવ્યું. તેમાં હરણનું બચ્ચું ભળી ગયું.
ભરત ૐ નો ઉચ્ચાર કરે ને હરણ ભરત પાસે હાજર થઇ જાય, પણ આજે ન આવ્યું. હમણાં આવશે, હમણાં આવશે, પણ ન આવ્યું એટલે ભરતે ચારે બાજુ તપાસ કરી પણ હરણનો પત્તો ન લાગ્યો. ભરત હર….ણ હર….ણ બૂમો પાડવા લાગ્યા. ચંદ્રનો ઉદય થયો. ચંદ્રને જોઇ પાગલ માણસની જેમ ભરત કહેવા લાગ્યા; ‘‘મારા હરણને તું લઇ ગયો? પાછું આપે દે. મારા હરણ પર મને હાથ ફેરવવા દે.”



સાંજના જપ છોડ્યા. ભરતની નિદ્રા હરામ થઇ ગઇ. બીજે દિવસે પણ હર….ણ હર….ણ હરણમાં વૃત્તિ પરોવાઇ ગઇ. હરણ ન મળ્યું. ભરત હરણના વિરહમાં પંચોતેર વર્ષના થયા. નાડી તૂટવા માંડી. “હરણ હરણ” કરતાં ભરત મૃત્યુ પામ્યા. તેથી ભરતનો હરણયોનિમાં જન્મ થયો.



ગંડકીના કિનારે રહે અને હરણના ટોળામાં ફરે. હરણની નાડી તૂટવા માંડી. હરણે અંત:કાળે પ્રાર્થના કરી,” હે ભગવાન! મને મોક્ષ જોઇએ છે. મારી તપશ્ચર્યા સાચી હોય તો મને મુક્તિ આપો. હે ભગવાન ! બ્રાહ્મણો જ જો મોક્ષના અધિકારી હોય તો મને બ્રાહ્મણ યોનિમ્કાં જન્મ આપો.” હરણનું શરીર શાંત થયું.