Contact Us - સત્સંગ આયોજન

સંપર્ક માહિતી

મીનાબેન પી. ઠક્કર,
02, શાકુંતલ બંગ્લોઝ,
શાકુંતલ ફ્લેટ પાસે

ગિરિવર બંગ્લોઝ અને શ્રીનાથ બંગ્લોઝ પાછળ, નાગેશ્વર મહાદેવવાળો ખાંચો,
ઇસનપુર બાજુથી જલારામ ટેકરી/રામવાડી પાછળ,
ઇસનપુર-ઘોડાસર, 
ઇસનપુર-ઘોડાસર, અમદાવાદ.
(m) +91 9601660721, (m) +91 98799292 62  ફોનઃ(079) 25394064 
 1. ભજન-આખ્યાન યોજવાનું નિમિત્ત
  1. માત્ર ભક્તિભાવને કારણે સત્સંગમાં ઓતપ્રોત થવા.
  2. જન્મદિવસ નિમિત્તે.
  3. લગ્ન નિમિત્તે. દિકરા કે દિકરીના લગ્નના ચાર-પાંચ દિવસ અગાઉ યોજવામાં આવે છે. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે પણ યાજવામાં આવે છે.
  4. સ્‍વજનની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલીરૂપે.
  5. નૂતન નિવાસસ્થાનમાં નિવાસ કરવા નિમિત્તે.
2. આખ્યાનમાં રજુ થતા કાર્યક્રમો
  1. નવધા ભક્તિઃ નવ પ્રકારની ભક્તિનું નિરૂપણ. (૯ દિવસનો સત્સંનગનો કાર્યક્રમ)
  2. રામાયણઃ રામકથા (૭ થી ૯ દિવસનો સત્સંગનો કાર્યક્રમ)
  3. ભાગવત કથાઃ         (૭ દિવસનો સત્સંનો કાર્યક્રમ)
  4. સંતોના જીવન ચરિત્રોઃ મીરાબાઇ, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, તુકારામ જેવા સંતોના જીવન ચરિત્રો, સુંદરકાંડનું ગદ્યમાં નિરૂપણ.  (૩-૩ દિવસના સત્સંગ કાર્યક્રમ)
  5. આનંદનો ગરબોઃ બહુચરબાળી માતા અને વલ્લભ ધોળાના આખ્યાન સહીત.(એક દિવસ)
  6. જન્મ દિવસ નિમિત્તેઃ નંદ મહોત્સવ, રામ જન્મ જેવા ભજન-આખ્યાન. (એક દિવસ)
  7. દિકરા કે દિકરીના લગ્ન નિમિત્તેઃ પ્રસંગ અનુસારના શામળીયાનો વિવાહ, રાધા વિવાહ, સીતા સ્વયંવર, રૂક્ષ્‍મણી વિવાહ, કુંવરબાઇનું મામેરૂ જેવા ભજન-આખ્યાનના પ્રસંગો. (એક દિવસ)
  8. પુણ્યતિથી નિમિત્તેઃ શ્રધ્ધાંજલીના ભજન આખ્યાન. (એક દિવસ)
  9. યજમાનની ઇચ્છાનુસાર સંત મહાત્માઓના જીવનચરિત્રો પર આધારીત ભજન-આખ્યાનના પ્રસંગો (એક દિવસ)
  10. આખ્યાનના પ્રસંગોનું નિરૂપણઃ ભાવવાહી અને અર્થસભર મધુર ભજનો સાથે.
  11. ભજનનો સમયઃ રાત્રે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાક અથવા દિવસે ૩.૦૦ થી ૬.૦૦ કલાક.
3. આખ્યાનનો ચાર્જ
  • ઢોલક તબલા પ્લેયર,ઓર્ગન પ્લેયર, ઓક્ટાપેડ અને સાઉન્ડ સીસ્ટમનો ખર્ચ તથા મંડળના સભ્યોના આવવા-જવાનો ભાડાનો ખર્ચ. 
  • બિન-વ્યવસાયિક ધોરણે ચાલતુ મંડળ હોઇ, ખર્ચ ઉપરાંત ભજનનો કોઇ ચાર્જ નથી.
  • યજમાન પોતાની ઇચ્છાનુસારની રકમ ‘લાલા’સમક્ષ સ્વેચ્છાએ ભેટ તરીકે મૂકે તે સ્વીયકાર્ય છે.
  • એ રીતે મળેલી રકમ દાન અને ભક્તિના ફેલાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
  • મીનાબેન કે તેમના પતિ ભજનનો કોઇ ચાર્જ લેતા નથી. હરીનામ સ્મરણ તેમનો હેતુ છે. 
 4. યજમાને કરવાની વ્યવસ્થા
  • (૧) સ્ટેજ (ર) પાથરણાં (૩) લાઇટ (૪) ફૂલ-હાર (પ) યજમાનની ઈચ્છાનુસારનો પ્રસાદ.
      સ્ટેજ અને પાથરણાંની વ્યવસ્થા 
  • સ્ટેજ : 10 ફૂટ X 12 ફૂટ.
  • સ્ટેજની સામે ખુલ્લી જગ્યા :ભગવાન અને વક્તાશ્રીની સામેની 10 થી 12 ફૂટ X 20 ફૂટની જગ્યા ખુલ્લી રાખ્યા બાદ, શ્રોતાઓની બેઠક વ્યવસ્થા રાખવી - દિવ્ય નૃત્ય માટે ઉભા થનારાના ભાવ વ્યક્ત કરવા માટે.. આ ખુલ્લી જગ્યામાં ખસી જાય તેવું પાથરણું પાથરવું નહીં. 
  • કોરસ અને આર્ટીસ્ટો: ને બેસવા માટે સ્ટેજની ડાબી અને જમણી બાજુએ બે-બે ગોદડા.
  • શ્રોતાની બેઠક વ્યવ્સથાઃ 
  • (૧) ભગવાન અને વક્તાશ્રીની સામે શ્રોતાઓને બેસવાની વ્યવસ્થા "C" આકારે રાખવી. 
  • (૨) શ્રોતાઓ માટે યજમાનની અનુકૂળતા મુજબ ગોદડા અથવા શેતરંજી જેવું જાડું કપડુ. માત્ર લીલી નેટની વ્યવસ્થા આદર્શ વ્યવસ્થા ન કહેવાય. આમ છતાં, આ બાબત સત્સંગના આયોજકના પોતાના નિર્ણયને આધીન છે. 
  • (૩) ઉંમરલાયક અને પગની તફલીફવાળા શ્રોતા કે, જેઓ પલાંઠી વાળીને બેસી ન શકે, તેમના માટે માત્ર આવશ્યકતા પુરતી જ ખુરશીઓ રાખવી. આવી ખુરશીઓની વ્યવસ્થા બેસનારા શ્રોતાઅોની છેક પાછળ રાખવી. ખુરશીમાં બેસનાર શ્રોતાના મુખ ભગવાન-વક્તા અને સ્ટેજની સન્મુખ રાખવાની ખાસ કાળજી લેવી.   
  • (૪) જગ્યાનો પૂરતો અવકાશ અને અનુકૂળતા હોય તો, તમામ શ્રોતાઓ માટે ખુરશીની વ્યવસ્થા યજમાન ઇચ્છે તો કરી શકે છે. બસ કાળજી એટલી રાખવાની કે, શ્રોતાના મુખ ભગવાન-વક્તા અને સ્ટેજની સન્મુખ રહે, તેવી વ્યવસ્થા ગોઠવવી.
  • (૫) ચાલુ ભજને કોઇ શ્રોતા સ્ટેજની સન્મુખ ગોઠવેલી ખુરશીઓને જાતે ખસેડીને ટોળામાં બેસી જઇ વાતો કરે તો, યજમાને પોતે રસ લઇ, શ્રોતાની એવી પ્રવૃત્તિને પ્રેમથી અટકાવવા સ્નેહપૂર્વકના પ્રયત્નો કરવા.   
  • લાઇટીંગ વ્યવસ્થાઃ  
  • (૧) રાત્રી સત્સંગ માટે પૂરતા પ્રકાશની વ્યવસ્થા કરવી. 
  • (૨) ભગવાન, વક્તા અને સ્ટેજ ઉપર પૂરતો પ્રકાશ હોવો અનિવાર્ય છે. એ માટે ગોઠવેલી હેલોઝન સ્ટેજની ડાબી અને જમણી બાજુએ ગોઠવવી. કોઇપણ સંજોગોમાં વક્તાની સામે હેલોઝન ના આવે, તેની ખાસ કાળજી લેવી. સામેથી આવતા હેલોઝનના પ્રકાશથી વક્તાને મુશ્કેલી ના થાય તેની કાળજી લઇને સ્ટેજની સાઇડમાં હેલોઝન પૂરતી ઉંચે ગોઠવવી. 
  • (૩) એ જ રીતે શ્રોતાઅો ઉપરનો પ્રકાશ કોઇ પણ સંજોગોમાં સામેથી ના આવે અને તેના બદલે શ્રોતાઓની ડાબી અને જમણી બાજુએથી પ્રકાશ આવે, તેવી રીતે હેલોઝન ગોઠવવી. જેથી શ્રોતાઓને પણ સામેથી આવતા હેલોઝનના પ્રકાશથી મુશ્કેલી થાય નહીં. 
  • યજમાન કે આયોજક પાસે વિશેષ અપેક્ષા 
  • ભજન-આખ્યાનમાં યજમાન દંપતિ તેમના કુટુંબ કબીલા અને મિત્ર મંડળ સાથે ભજનમાં બેસે તેવો હૃદયનો આગ્રહ.
  • શાંતિ એ ઇશ્વરનો આકાર છે. જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે અને જ્યાં શાંતિ છે ત્યાં વિહવળતા, ઉચાટ કે ખોટો ઉન્માદ હોતો નથી. અને ત્યાં ઇશ્વર ઝડપથી તેમની હાજરી પુરાવે છે. 
शांताकारं भूजगशयनं, पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् । लक्ष्मीतकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं, वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
શાંતાકારં ભૂજગશયનં, પદ્મનાભં સુરેશં, વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્ । લક્ષ્મીતકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં, વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥
  • એક વિનંતીઃ અનિવાર્ય ન હોય તો, યજમાને ચાલુ ભજને ઉભા થઇને ફર ફર કરવું નહીં. ઇશ્વરનામ સંકીર્તનનો લાભ પોતાને તથા આમંત્રિતોને મળે.
  • ભજન દરમિયાન કોઇ અવાજ થાય તો, તેવા પ્રસંગે કૃપયા યજમાને તત્પરતા દાખવીને શાંતિ પ્રસ્થાપિત કરવા શાંતિપૂર્ણ પ્રયત્ન કરવો.
  • વ્યવસ્થા સંભાળવાના ભાગરૂપે ભજનમાં બેઠા ના હોય તેવા ઘરમાં કે રૂમમાં બેઠેલા વ્યક્તિઓ મોટે મોટેથી વાતો કરીને અથવા ટીવી ચાલુ કરીને ચાલુ ભજને ખલેલ ના પહોંચાડે તે માટે અગાઉથી યજમાને સૂચના આપી રાખવી.
5. મીનાબેનનો ટૂંકો પરિચય
  • મીનાબેન પી. ઠક્કર. જેમણે ૧૯૯૫ ની સાલથી ‘ગોપી ભજન મંડળ’ ની સ્થાપના કરેલી છે. ભક્તિના વક્તવ્યને શાંત-નિર્મળ વાણીથી વહાવીને મધુર-ભાવવાહી ભજનો દ્વારા ભાવોન્માદમાં તરબોળ કરનાર વક્તા.
  • મીનાબેન તેમના અત્યંત સરળ સ્વવભાવથી સર્વેના પ્રીતિપાત્ર બન્યા છે.
  • હૃદયના ઉંડાણમાંથી છલકતું નિખાલસ હાસ્ય અને અ-માની વ્યક્તિત્વ એ જ તેમની ઓળખ છે.
  • તેમની અસ્ખતલિત ભાવવાહી વાણીથી ભણેલા તેમજ ઓછુ ભણેલા સહીત તમામ ઉંમરના સત્સંગીઓના પ્રીતિપાત્ર બન્યા છે.
  • ભજનની મુખ્ય ધારને વળગી રહેવાની નોંધપાત્ર વિશેષતા તેઓ ધરાવે છે. ઉપદેશાત્મક શૈલીથી તેઓ સદંતર દૂર છે.
  • સત્સંગમાં પ્રવૃત્ત થવા બાબતની મીનાબેનની અંગત વાતો નીચેની લીન્ક ઉપર.
     http://minabenbhajan.blogspot.in/p/blog-page_13.html

6. મંડળનો હેતુ
  1. ભક્તિનો ફેલાવો કરવો.
  2. બહેનો બપોરના સમયે સૂઇ જવાના બદલે ભક્તિમાં પ્રવૃત્ત થઇ, સત્સંગમાં સમય પસાર કરે અને ભજન-સત્સંગ દ્વારા આત્માના આનંદનો સ્વાદ ચાખે.
  3. ભજન-સત્સંગ દ્વારા વગર માંગ્યે, જો અને જે દાન મળે તે સ્વીકારવું.
  4. દાન એકઠું કરીને તેને રક્તપિત્તીયાની હોસ્પિટલ, બીજી હોસ્પિટલો, અનાથાશ્રમ, ઘરડા ઘર, ભણતાં બાળકો, સમાજ વડે ઉપે‍ક્ષિત વર્ગો અને ઢોર-ઢાંખર માટે વાપરીને તે દાનને પાછુ સમાજમાં અર્પણ કરવું.
  5. ભજન સત્સંગના ફેલાવા માટે દાનનો ઉપયોગ કરવો.
7. મીનાબેનના ભજનો અમદાવાદમાં અને બહારગામ હોય છે.
  • અમદાવાદમાં -
  • મણીનગર
  • ઇસનપુર , અને
  • ઘોડાસરમાં
વિશેષ અને અવાર-નવાર હોય છે. તે ઉપરાંત-
  • મેઘાણીનગર, જશોદાનગર, સરસપુર, બાપુનગર, નરોડા, ઘીકાંટા, બોડકદેવ, સોલા, ઘાટલોડીયા, મેમનગર, નારણપુરા, વાડજ, નવરંગપુરા, સેટેલાઇટ, રાયપુર, માણેકચોક, શાહપુર, ચાંદખેડા, પાલડી, જમાલપુર, જેવા અનેક વિસ્તારોમાં હોય છે.
  • બહારગામ ખાતે
  • કુહા, કણભા, કુબડથલ,ડાકોર, વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, બાલાસિનોર, દહેગામ
  • અસલાલી, બારેજા, બારેજડી, નાઝ, પીરાણા, નૈનપુર, મહેમદાવાદ, નડીયાદ, ખેડા
  • ગાંધીનગર, પુંધરા, મહુડી ખાતે કોટીયર્ક, હિંમતનગર, ઇડર, મહેસાણા, વડનગર
  • ગોતરકા, વારાહી
  • વિરમગામ, દીવ પાસે ડોળાસા, દ્વારકા,
  • હરીદ્વાર   
8. સંપર્ક માહિતી

મીનાબેન પી. ઠક્કર,
02, શાકુંતલ બંગ્લોઝ,
શાકુંતલ ફ્લેટ પાસે

ગિરિવર બંગ્લોઝ અને શ્રીનાથ બંગ્લોઝ પાછળ, નાગેશ્વર મહાદેવવાળો ખાંચો,
ઇસનપુર બાજુથી જલારામ ટેકરી/રામવાડી પાછળ,
ઇસનપુર-ઘોડાસર, 
ઇસનપુર-ઘોડાસર, અમદાવાદ.
(m) +91 9601660721, (m) +91 98799292 62  ફોનઃ(079) 25394064
ગુગલમેપ પર મીનાબેનનુંં નિવાસ સ્થાન   

e mail :
puthakkar@gmail.comminabenpthakkar@gmail.com



No comments:

Post a Comment