Saturday, August 7, 2010

કે‘ડ રે કસી મેં તો લાલા તારે કાજે..

(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના...)
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે,
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા (ર)

હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્યો,
એ રે ઝૂલામાં તને સ્નેમહથી ઝૂલાવું.
ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના,
ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યામ...

ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે,
એના પ્રકાશે હું જગતને જોઉં,
રાગ ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે,
દુઃખોના દરીયે હું કદીયે ના ડૂબું.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા...

હૃદયસિંહાસન પર લાલાની સવારી,
હૈયે છે હેત ને મનમાં છે આનંદ.
મનમાં છે આનંદ ને હૈયે છે હેત,
મીના-પ્રવીણ તને હેતે રે ઝુલાવે,
ગોપી મંડળ તને હેતે રે ઝુલાવે
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા ...

ઝુલામાં ઝુલે છે નંદનો દુલારો,
લાગે છે કેવો એ રૂડો ને રૂપળો.
જશોદાનો જાયો કેવો સૌનો એ પ્યારો,
ગોપીઓનો પ્યારો એ તો ભક્તોનો વ્હા.લો.
હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા.,
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે...

— પી. યુ. ઠક્કર

3 comments:

  1. Amiable brief and this post helped me alot in my college assignement. Thank you for your information.

    ReplyDelete
  2. If this has helped for your college assignment, efforts for creating blog and posting the bhajan has been proven worthy.

    Dear friend, you have preferred not to reveal your identity. I wouold like to request you to be grateful to our "LALA". HE is the root source that is doing everything!! Let us remember HIM with love...Jay Shri Krishna..

    ReplyDelete
  3. Minaben P. Thakkar12 March, 2011 22:15

    મનમાં ચાલતા વિચારો અને ‘‘લાલા’’ માટે હૃદયમાં વહેતા પ્રેમને લઇને આ ભજન રચાયું છે. તેની રચના અંગેની વાત વાંચો ‘‘ભજન કેવી રીતે રચાયું ? ’’ માં આ જ બ્લોગ પર. @http://minabenpthakkar.blogspot.com/2008/11/blog-post_06html

    ReplyDelete