Tuesday, February 15, 2011

કોને મારે કહેવી આ વાત (રાગઃ શિવરંજની)

(રાગઃશિવરંજનીઃઆ તો મારા માડીના રથનો રણકાર)

કોને મારે કહેવી આ દિલડાની વાત
તારા વિના તો પ્રભુ કોણ મારું સાંભળે
રોજ મારા અંતરમાં થાતો ઉચાટ
તારા વિના તો પ્રભુ કોણ મારું સાંભળે


સગા અને વ્હાલા મેં તો જોયા સહુ સ્વારથી
છોડી ગયા મેલીને મારો સંગાથ... તારા વિના તો....


મનમાં ને મનમાં હું તો મૂંઝાઉં છું એકલો
આંસુભરી આંખે આ મારી ફરિયાદ... તારા વિના તો....
જોયું નથી સુખ જૂઠા ઝાંઝવાના નીરમાં
ચારે બાજુ સળગે છે દુખડાની આગ... તારા વિના તો....


જગની માયામાં હવે ચિત્ત નથી લાગતું
‘બિંદુ’ કહે ક્યાં સુધી સહેવા સંતાપ... તારા વિના તો....

3 comments:

  1. આભાર રવીરાજસિંહજી.
    જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.. હેમંતભાઇ ચૌહાણના અવાજમાં ગવાયેલું ભજન તમે સાંભળ્યું હશે. તે ભજનના લખનારા ‘શ્રી બિંદુ ભગત’એ જ આ ભજન રચેલું છે.

    ReplyDelete
  2. Minaben,
    My previous comment not seen..so it must be DELETED or SPAMED.
    Anyhow, I was the 1st to comment for this post & may be 1st time to your bLOG.
    nICE pOST !
    dr. chandravadan mistry
    www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

    ReplyDelete